Oct 26, 2012

Sarv Saksharta Abhiyaan (આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન દ્વારા ૯૫૨૬ વિદ્યા સહયોગી, શિક્ષા સહયોગી, કમ્પ્યુટર શિક્ષક વગેરેની ભરતી)


Gujarat State Education Counseling Services (GSECS) had released an advertisement before a few weeks on their website www.gsecs.org (mirror site: www.gsecs1.org) for recruitment for different posts. The website is apparently 'under construction' as of now. Hence, we are putting up the details as they appeared on their website till a few days back. It raises a lot of questions that need to be answered.
 
ગુજરાત સ્ટેટ એજ્યુકેશન કાઉન્સેલિંગ સર્વિસીઝ એ થોડા અઠવાડિયા પહેલા www.gsecs.org વેબસાઈટ પર અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી ની જાહેરાત મૂકી હતી. અત્યારે એ વેબસાઈટ અને એની મિરર વેબસાઈટ www.gsecs1.org બંને 'under construction' બતાવે છે. અમે એ વેબસાઈટ પરની આ જાહેરાત અને એ સમયે આ જાહેરાત ને લગતી એ વેબસાઈટ પર મુકાયેલી વિગતો આ પોસ્ટ માં મૂકી છે. આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન દ્વારા કુલ ૯૫૨૬ વિદ્યા સહયોગી / શિક્ષા સહયોગી / કમ્પ્યુટર યોગી / ફીલ્ડ ઓફિસર / શિક્ષા સર્વેયર / પર્યવેશક ની ભરતીને લઈને ઘણા પ્રશ્નો ઉઠે છે.



As you can see, they asked candidates to apply for direct recruitment. And they claim to run the whole recruitment process with the help of 'Central Government of India'. They have mentioned that they would select candidates 'directly' based on interviews.

તમે ઉપરની જાહેરાતમાં જોઈ શકો છો એમ 'આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ શિક્ષા અભિયાન' ના ટાઈટલ હેઠળ તેઓએ 'કાયમી રોજગાર' માટે સીધી ભરતી માટે ઉમેદવારો પાસે થી અરજીઓ મગાવી હતી. અને જણાવ્યું છે કે ઉમેદવારની પસંદગી મેરીટ ને આધારે ઈન્ટરવ્યું લઇને 'સીધી ભરતી' કરશે.



Interestingly, the website later mentions that a competitive exam will compulsorily be conducted (apparently) during the interview (રસપ્રદ બાબત એ છે કે એ જ વેબસાઈટ પ્રમાણે, તમે ઉપર વાચી શકો છો એમ, ઈન્ટરવ્યુંમાં સ્પર્ધાત્મક પરીક્ષા ફરજીયાત લેવામાં આવશે.

વેબસાઈટ પર શિક્ષા સર્વેયર, સુપરવાઈઝર, વિદ્યા સહયોગી, શિક્ષા સહયોગી, કોમ્પ્યુટર શિક્ષક, આસિ. ફિલ્ડ ઓફીસર અને ફિલ્ડ ઓફીસર થઈને કુલ સાત (7) અલગ અલગ પોસ્ટ ની જગ્યા ખાલી છે એમ બતાવે છે, જ્યારે અગાઉ કુલ છ (6) પોસ્ટ જ હતી (આસિ. ફિલ્ડ ઓફીસર સિવાય).

આ ઉપરાંત, એ જોઇને અચરજ થાય છે કે કોમ્પ્યુટર શિક્ષક ની પોસ્ટ માટે B. C. A. અને P. G. D. C. A. સિવાય B. B. A. ઉમેદવારોને પણ અરજી કરવા માટે જણાવાયું છે. B. B. A. ના અભ્યાસક્રમમાં સામાન્યત: કોમ્પ્યુટર ના કુલ મળીને 3-4 થી વધુ વિષય હોતા નથી. તો પછી જે લોકો કમ્પ્યુટર નહિ પણ Business Administration કે મેનેજમેન્ટ જેવા વિષય માં સ્નાતક છે એ લોકોને કમ્પ્યુટર શિક્ષક તરીકે શા માટે માન્ય ગણે છે?

આ ઉપરાંત તમે જોઈ શકો છો કે વેબસાઈટ પર જોડણી અને punctuationsની અનેક ભૂલો જોવા મળી હતી (દા.ત. 1:1 માઈનસ પદ્ધતિ લાઘું રહેશે)

GSECS ની બંને વેબસાઈટ પણ એ સમયે ખુબ જ ધીમી ચાલતી હતી. અને એ કારણે અરજી મોકલવાની તારીખ લંબાવાઈ હતી. આ સમયે (અને હજી પણ) ઘણી સૂચનાઓ એકદમ ક્લીયર ન હતી. જે ઉમેદવારોએ નિયત સમયમાં ફોર્મ ભરી દીધા હતા પણ પ્રિન્ટઆઉટ લઇ શક્ય નહોતા એ બધા ઉમેદવારોને એક કોમન ફોર્મ ભરવા માટે જણાવાયું હતું.

આ ફોર્મ માં સૌથી ઉપર confirmation નંબર લખવા માટે જગ્યા હતી, પણ 'Confirmation' ની જોડણી પણ ખોટી હતી.


આ બધી બાબતો પરથી આ જાહેરાત અને ભરતી ને લઈને અનેક શંકાઓ ઉપજે છે. અત્યારે તો વેબસાઈટ પર કાઈ જોઈ શકાતું નથી.
ઉપરની બંને ઈમેજ ફાઈલ્સ gsecs.org વેબસાઈટ પરથી જ લેવામાં આવી હતી. એ પ્રમાણે પગાર ધોરણ વિષે તેમ જ જીલ્લા વાઈઝ જગ્યાઓ નું લીસ્ટ વગેરે માહિતી વેબસાઈટ પર મુકાઈ જવી જોઈતી હતી.

 Let's see what happens. Please comment your views on this and any information about the same.

હવે તો શું થશે એ માટે રાહ જોવી રહી. તમારા આ બધી બાબતો પરના મંતવ્યો તમે કોમેન્ટ્સ દ્વારા જણાવી શકો છો. આ ઉપર કોઈ માહિતી મળે તો પણ કોમેન્ટ કરી શકો છો.

Update on 31/12/2012: A PDF containing detailed information including the roles and responsibilities of each of the posts is posted at this link GSECS website: http://www.gsecs.org/merged_document.pdf

Update on 17/03/2013: As we had predicted, the recruitment was indeed a fraud. You can read article on the same on Sandesh newspaper website at http://epaper.sandesh.com/c/791578

Jul 8, 2012

Paper solution for TET II (TET-2) 8/7/2012 for Upper Primary Teacher

If you are looking for TET-2 Paper solution 2013, click here.

Click here to go to TET-2 2013 Languages Paper Solution Gujarat - ટેટ-2 ભાષાનું પેપર સોલ્યુશન 2013


If you are looking for TET Paper Solution 2012 for TET - 1 for class 1 to 5, click here.


The following post contains paper solution / answer keys for TET II (TET-2) exam Language paper for Upper Primary Teacher conducted on 08/07/2012. This TET exam was the first TET for class 5 to 8 teachers.

TET 2 taken on 8/7/2012 paper solution - 8/7/2012 ના રોજ લેવાયેલ ટેટ - 2 નું ભાષાના પેપરનું સોલ્યુશન



1. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
જ. સમવાય શિક્ષણ

2. શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે?
જ. યુવાવસ્થા

3. નીચે આપેલા શબ્દ રુપોમાંથી કયું રૂપ શબ્દકોશમાં જોવા મળશે?
જ. ઉપજાવવું

4. ગુજરાત યુનીવર્સીટીના કુલાધિપતિ કોણ છે?
જ. કમલા બેનીવાલ

5. Don't disturb your father, he __________ his books since early this morning.
જ. has been arranging

6. 'હરિનો મારગ છે શૂરાનો' પદની રચના કરનાર કવિશ્રી પ્રીતમદાસની અન્ય રચના કઈ છે?
જ.

7. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ __________.
જ. નર્મકોશ

8. ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈ નો પ્રારંભ કોને કર્યો?
જ. અસાઈત

9. See, that gardener __________ the roses from the garden.
જ. is plucking

10. ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયન ને કયું પ્રત્યાયન કહેવાય છે?
જ. અશાબ્દિક પ્રત્યાયન

11. એક સરવાળામાં આકડાને બદલે અક્ષરો આપેલા છે. તેને આધારે મૂળ સંખ્યાઓ શોધો.

x y
z x
x y x
જ. 10+91

12. ભારતના રાષ્ટ્રપતિની જુલાઈ 2012 ચુંટણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જ.

13. એન.સી.એફ. 2005 માં નીચેના પૈકી કઈ બાબત પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે ?
જ. જ્ઞાનનું સર્જન

14. "માનવીની સંપૂર્ણ વ્યક્તિ માત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી" - આ કેળવણીની વ્યાખ્યા કોને આપી છે?
જ. સ્વામિ વિવેકાનંદ

15. સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને અપાયો હતો?
જ. આશાપૂર્ણા દેવી

16. શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ?
જ. એકમની પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ.

17. ગઈ વીસમી સદીમાં કેટલીક સાલ એવી છે કે તેમના અંકોનો સરવાળો તેર (13) થાય છે. તો તેવી કેટલી સાલ હશે?
જ. 4 (1903 ,1912 ,1921 ,1930)

18. "હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ" - આવું વિધાન ક્યાં મનોવિજ્ઞાનીકે કર્યું હતું?
જ. પેસ્ટ્રોલોજી

19. સવંતો ના જોડકા ગોઠવો.
જ. સવંત વર્ષ




20. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું શૈક્ષણિક સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે?
જ. જીવન શિક્ષણ

21. ધો.8 માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમ્યાન વર્ગવ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નોના જવાબો આપવાનું ટાળે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. વર્ગમાં ગ્રુપ ચર્ચામાં તથા સહભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશ.

22. વર્ગખંડમાં થતો અવાજ એ શું સૂચવે છે?
જ. અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ

23. નીચેના તાલુકાઓ પૈકી ક્યાં તાલુકાનો સમાવેશ સરહદી વિસ્તારના તાલુકા તરીકે થતોનથી ?
જ. થરાદ

24. She went out of the kitchen __________
જ. singing

25. __________ Bay of Bangal lies in the Indian ocean.
જ. The

26. 'જ્ઞાન શક્તિ' નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે?
જ. સર્વ શિક્ષા અભિયાન

27. ગુજરાતમાં પાયાની કેળવણી માટે 'મૂછાળી માં' તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રીનું કયું પુસ્તક પી.ટી.સી. ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાંઆવ્યું છે ?
જ. દીવા સ્વપ્ન

28. રમત સાથે ખેલાડીયોના જોડકા ગોઠવો.
જ.
1. બોક્સિંગ -
2. રેસલિંગ -
3. શુટિંગ -
4. હોકી -

29. ગુજરાતી મૂળાક્ષરનો સાતમો, અગિયારમો અને ઓગણત્રીસમો વ્યંજન કયો છે?
જ. જ, ડ, ષ

30. નીચે દર્શાવેલ વડાપ્રધાન ને તેમના કાર્યકાળ પ્રમાણે ગોઠવો
જ.  1-3-2-4 (ચૌધરીચરણ સિંહ ,વિશ્વનાથપ્રતાપ સિંહ ,ચંદ્રશેખર ,એચ .ડી .દેવગૌડા)

31. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી સંકલ્પના કોણે આપી?
જ. રૂસો

32. Always try to be polite __________ others.
જ. to

33. ભારતને મિસ એશિયા પેસેફિક સૌન્દર્ય સ્પર્ધામાં વિજેતા થવાનું માન કઈ યુવતીએ અપાવ્યું ?
જ. હિમાંન્ગીનીસિંહ યેદુ

34.  હું તમારા ગામમાં ગઈ કાલેના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો.પછી મારે ચોવીસ કલાકની મુસાફરી થવાની શનિવારે મારે જવાના સ્થળે પહોંચી જઈશ ,તો આ દિવસે કયો વાર હશે?
જ. બુધવાર

35. ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો??
જ. ગ

36. આ નભ જુક્યું - ગ્રંથમાં ક્યાં કવિ ની સમગ્ર કવિતા પ્રગટ થઈ છે??
જ. પ્રિયકાન્ત મણિયાર 

37. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન  ISRO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે??
જ. બેંગ્લોર

38. શહેનશાહ અ ગઝલ ના નામે પ્રખ્યાત મહેંદી એ મૂળ ક્યાં ના વતની હતા?
જ. લણા -રાજસ્થાન

39. ક્ષેત્રફળ ની દ્રષ્ટિ એ મોટાથી નાના જીલ્લા ઓનો સાચો ક્રમ કયો?
જ. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા

40. જી.સી.ઈ. આર .ટી દ્વારા થયેલ સર્વેક્ષણ  SAP નું પૂરું નામ જણાવો .
જ. સ્ટુડન્ટ એચીવમેન્ટ પ્રોફાઈલ

41. 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળા માં ઉમેરીયે તો 35 થાય તો તે બે સંખ્યા કઈ?
જ. 3 અને 8

42. એવી પાંચ અંકો ની સંખ્યા કઈ છે કે જેના પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંક નું મુલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે, તમામ અંકોનું મુલ્ય 1 થી 5 સુધીનું છે.
જ. 45321

43.ચાલુ અષાઢ માસમાં નીકળેલી રથયાત્રા પૈકી અમદાવાદના જગન્નાથની અને  ડાકોરના રણછોડરાયની રથયાત્રાઓ ક્રમશ: કેટલામી હતી ?
જ. 135-244

44. નીચેની ગણિતની ક્રિયામાં આંકડાની જગ્યાએ પ્રતીકો આપેલા છે
જ.

45. પાવાગઢ માં આવેલા તળાવો નીચેનામાંથી  ક્યાં જાણીતા છે?
જ. દુધિયા, છાસિયા, તેલિયા                                                                                                                                                                                                                                                                                        

46. Take toy out of the box __________ you throw  the box away.
જ. before

47. પુસ્તક અને લેખક ના સાચા  જોડકાનો ક્રમ કયો ?
       1 પ્રિન્ચીપાલ ઉપનિષદ             (p) સ્વામી સચ્ચિદાનંદ
       2 મારા અનુભવો                       (q) કિશોરલાલ મશરૂવાળા
       3 મારુવીલ અને વારસો            (r)ડો .સર્વપલ્લી રાધાક્રુષ્ણન
       4 ગીતામંથન                            (s)શ્રી રામ શર્મા  આચાર્ય
જ. 1R, 2P, 3S, 4Q

48. નીચેના પૈકી ક્યાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તરીકે નીમાયેલા ના હતા ?
જ. શ્રી જ્ઞાની ઝૈલ સિંઘ

49. ગુજરાત રાજ્ય માં કુલ કેટલી  કોલેજો અને યુનિવર્સિટી  છે?
જ. 42 યુનીવર્સીટી અને 1762 કોલેજ

50. 'શર' શબ્દ નો અર્થ શું થાય ?
જ. બાણ

51. અભીસંધાનમાં  ઉદ્દીપકને બદલે પ્રતીચાર ને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ?
જ. સ્કીનર

52. __________ healthy he is, he could not run fast.
જ. however

53. These boys are __________ good as those sitting  under the tree.
જ. as

54. એક દીવાલને રંગ કામ કરવા માટે પ્રથમ અસ્તર માં લીટર દીઠ 6 ચો મીટર રંગકામ થાય છે. બીજા અસ્તર માં લીટર દીઠ 12 ચો મીટર રંગકામ થાય છે, તો બે અસ્તરનું રંગકામ કરવા સરેરાશ  લીટર દીઠ કેટલા ચો મીટર રંગકામ થાય?
જ. 9 4 [સમજુતી: પ્રથમ અસ્તરમાં એક ચોરસ મીટર રંગકામ માટે 1/6 લીટર જોઈએ છે. બીજા અસ્તરમાં એક ચોરસ મીટર રંગકામ માટે 1/12 લીટર જોઈએ છે. એટલે બંને અસ્તર માટે એક ચોરસ મીટર માટે કુલ (1/6) + (1/12)  લીટર જોઇશે. (1/6) + (1/12) = 1/4. અર્થાત, બંને અસ્તરમાં એક ચોરસ મીટર રંગકામ માટે કુલ 1/4 લીટર જોઇશે. એટલે કે બંને અસ્તર ના રંગકામ માટે લીટર દીઠ 4 ચોરસ મીટર રંગકામ  થાય]

55. We regret to inform you that we __________ just __________ our new house.
જ. have, sold

56. He moved __________ the room.
જ. into

57. I usually __________ to college but today __________ in my uncle's car.
જ. walk, went

58. વિદ્યાર્થી ઓના મૂલ્યાંકન અંગેની અદ્યતન સંકલ્પના કઈ ?
જ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન

59. "મને જોઇને હસવું  હજારો વાર આવે છે, પ્રભુ! તારા બનાવેલા આજે તને બનાવે છે!" - પ્રસ્તુત પંક્તિ  ક્યાં ગઝલકાર ની છે?
જ. હરજી લવજી દામાણી 'શયદા'

60. ક્ષમતાકેન્દ્રી શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત વધુ લાગુ પડે છે?
જ. અધ્યયનના ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ

61. 'ડુક  મારવી'  શબ્દ કઈ રમત સાથે જોડાયેલ  છે?
જ. ખો-ખો

62. નાના થી મોટા  માપના ક્રમ માં ગોઠવો .
        (1) MB  (2) GB (3) KB (4) Byte
જ. 4, 3, 1, 2 (Byte, KB, MB, GB)

63. રાજ્યકક્ષાએ   2011 માં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં કુલ કેટલા વિભાગો છે?
જ.

64. શાળાએ  મોડા આવીને અંનત જુદા જુદા  રજુ  છે તો તેના વર્તનને શું કહી શકાય ?
જ. યોક્તીકીકરણ

65. 'લેફ્ટનન્ટ'  માટે નો સાચો અંગ્રેજી શબ્દ નીચેના પૈકી કયો છે?
જ. lieutenant

66. વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે?
જ. અસરકારક પ્રત્યાયન

67. બનાસ નદીનું સૌથી પ્રાચીન  નામ કયું છે?
જ. પર્ણાશા

68. ગુજરાતમાં ન્યુક્લિયર પાવરસ્ટેશન   ક્યાં  આવેલું છે?
જ. કાકરાપાર

69. કૈલાસ મન સરોવર ક્યાં દેશ માં આવેલું છે?
જ. તિબેટ (ચીન)

70. પરીક્ષામાં ઓછા ગુણ પ્રાપ્ત કરેલ   વિદ્યાર્થી પરીક્ષકનો  વાંક કાઢે  છે -આ ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ છે?
જ. પ્રક્ષેપણ

71. બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા છે?
જ.

72. લેખન ની તપાસણીકરતા શબ્દો ભેગા લખવાની સુચના આપવા માટે તમે કયો સંકેત વાપરશો?
જ. ( )  (આ નિશાની  આડી કરતા જે નિશાની આવે તે)

73.  નીચેના દૈનિક અખબારો ક્યાં વિસ્તારમાંથી પ્રગટ થાય છે? જોડકા ગોઠવો:
જ.        1.ગુજરાત મિત્ર - સુરત
         2. રખેવાળ      - ઉત્તર ગુજરાત
         3. ફૂલછાબ      - સૌરાષ્ટ્ર
         4. નયા પડકાર- ચરોતર

74. ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત  સૌથી વધુ લાગુ પડે છે?
જ. તર્ક વિકાસ

75. ટીમમાં (અવેજી સિવાય) ખરેખર રમતા ખેલાડીઓની સંખ્યાને ચઢતા ક્રમમાં ધ્યાને લઇ રમતોને ક્રમમાં ગોઠવો.
જ. વોલીબોલ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ

                                    વિભાગ-2

76. Bharati __________ the Prime Minister next month.
Ans. is going to meet

77. Apparently he was feeling ___________ about his bad luck.
Ans. angry

78. "માણસાઈના દીવા" પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે?
જ.

79. Women are wearing __________ kind of jewellery.
Ans. traditional

80. નીચેનામાંથી ખોટો શબ્દ કયો છે?
જ. સૌંદર્યતા (સૌન્દર્ય પોતે જ નામ છે. એટલે 'સૌંદર્યતા' જેવો કોઈ શબ્દ જ નથી)

81. शब्दकोष मुताबिक योग्य वर्णानुक्रम पहचानिए
જ.

82. The opposite of 'responsible' is __________ .
Ans. Irresponsible

83. 'સફેદ કબુતર ઉડ્યું' એ વાક્યમાં __________ વિશેષણનો પ્રકાર સમાયેલો છે.
જ. જાતિવાચક ગુણવાચક

84. 'To look after' means...........
Ans. to take care of

85. Take exercise regularly .......... you will become overweight.
Ans. otherwise

86. निम्न पैकी एक शब्द बताइए, जिसमे अरबी/फारसी के उपसर्ग द्वारा शब्द रचना नहीं हुई है
જ. दुर्दशा (અમારા અંદાજ પ્રમાણે)

87. इनमेसे कौनसी क्रियाये अकर्मक है
જ. आना, जाना, बैठना

88. ક્યાં દિવસને 'આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ' તરીકે મનાવવામાંઆવે છે ?
જ. 21 ફેબ્રુઆરી

89. વિદ્યાર્થી સ્વ-પ્રયત્ને શીખે તે માટે હાલના પાઠ્ય પુસ્તકમાં જે પ્રવૃત્તિઓ મુકવામાં આવી છે તેને ટૂંકમાં ક્યાં નામે ઓળખીએ છીએ?
જ. ERAC (E for Experience (અનુભવ), R for Reflection (ચિંતન), A for Application (ઉપયોજન), C for Consolidation (તારણ) (સૂચન માટે કમલેશ નો આભાર)

90. तमसो मा ...............
જ.  ज्योतिर्गमय

91. कक्षा 8 हिंदी में अधिकांश पाठ्य सामग्री का चयन किस क्षेत्र  मे से नहीं हुआ 
જ.

92. 'અસૂયા' - શબ્દનો અર્થ શો છે?
જ. અદેખાઈ

93. સમસ્યાની જેમ જ શામળની વાર્તાનું બીજું નોંધપાત્ર લક્ષણ કયું છે?
જ.

94. In the initial stage, the teacher of English should  focus on developing the __________ of his students.
Ans. fluency

95.मानव: विनायेशु पत्रतम आप्नोति આ વાક્યના ક્યાં પદમાં ભૂલ છે?
જ. मानव :

96. __________ hour leaves for a week __________ by her?
Ans. Will, be granted

97. Select the combination of numbers so that letters/words arranged accordingly will form a meaningful word.
           C  E  L  S  M  U
           1   2  3  4   5   6
Ans. MUSCLE  (564132)

98. I am reading a book __________ by Pannalal Patel.
Ans. written

99.Have you ever been to Kashmir? Yes, I __________ there last month.
Ans. went

100. 'મીઠાના હળ હાંકવા' રૂઢિપ્રયોગ નો અર્થ __________
જ. ઉજ્જડ કરી નાંખવું (અમારા અંદાજ પ્રમાણે)

* Read the following passage and answer (101 to 105) the questions selecting the most appropriate options:

101. Where does knowledge come from?
Ans. from books

102. How many opinions are given in the passage about education?
Ans. three

103. According to the passage education should give
Ans. All the above

104. This passage
Ans. states the purpose of education

105. What according to the writer a good citizen should not do?
Ans. take away the freedom of others

106. Vandana had swept the floor when I __________
Ans. came

107. 'મામાનું ઘર કેટલે દીવો બળે એટલે' - કહેવતનો અર્થ __________
જ. ખુબ નજીક હોવું (અમારા માટે) / વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી (અજય નું સૂચન)

108. It is kind of you to __________ to speak at the end of the meeting.
Ans. agree

109. __________ works of references are so valuable as the Encyclopedia Britannica.
Ans. Few

110.You __________ not __________ late to office now onwards.
Ans. will, be

111.'સંવાદ' શબ્દની સંધી ...........
જ. સમ +વાદ

Pick out the most effective word from the given words to fill in the blanks to make the sentence meaningfully complete.

112.You must .......... your career with all seriousness.
Ans. pursue

113. નીચેના પૈકી કઈ  પદ્ધત્તિ  તમને પદ્ય શીખવવામાં વિશેષ ઉપયોગી થશે?
જ. તુલના પદ્ધતિ

114.Which of the following is better response if a student commits a grammatical error in the class?
Ans. The teacher repeats the corrected sentence without pointing to the error.

115. गणेशः शिवस्य .............च पुत्रः - ખાલી જગ્યામાં શું લખશો?
જ. पार्वत्या :

116. __________ by hunger, he stole a piece of bread.
Ans. driven

117. 'गच्छति' નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે?
જ. आगच्छति

Select the right question tag for the given sentence

118. Somebody has called
Ans. Haven't they?

119.Which one is the correct sentence?
Ans. We saw a wonderful show yesterday.

120.' લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર  કયું છે?
જ. દયાશંકર

121. One of the four sentences given is grammatically wrong. That alternative is your answer.
Ans. He has no house to live (It should be 'He has no house to live in')

122. નીચે પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી?
જ.

123.Plural of 'photo' is ...........
Ans. Photos

124.'ઉતાવળે આંબા ન પાકે' -આ કહેવતના સમાન અર્થવાળી બીજી કહેવત કઈછે ?
જ. ધીરજના ફળ મીઠા

125. Choose the opposite word of 'Liability'
Ans. Exemption

126. Love and professionalism are two qualities. A teacher must have __________ .
Ans. both

127. If it __________, we shall stay at home.
Ans. rains

128. पुल्लिंग शब्द ढूढीऐ
જ. फ़र्ज़

129. માહિતી (અ) સોનેટ ઇટાલીમાંથી આવેલો 14 લીટીનો કાવ્ય પ્રકાર છે.
        માહિતી (બ) ઊર્મિકાવ્ય એ સમાજ જીવનની ભાવસભરતા વર્ણવતું કંઠોપકંઠ ઉતરી આવેલું ગેય સાહિત્ય છે.
જ. (અ) સાચું છે પણ (બ) ખોટું છે.

130. Choose the word which can be substituted for the given phrase/sentence.

Poem in short stanzas narrating a popular story.
Ans. Ballad

131.श्व: गुरुवासरः  ह्यः कः वासरः?
જ. मङ्गलवासर: (Thank you Kamlesh for the suggestion)

132.A __________ is a word used instead of a noun.
Ans. pronoun

133. 'સમય' શબ્દનું વિશેષણ ___________
જ. સમયસર

134. Two cars collided _________ each other near school.
Ans. with

135. 'ભાષાના વપરાશ દ્વારા જ બાળક વ્યાકરણ શીખે છે' -આ સિદ્ધાંત પર આધારિત કઈ પદ્ધતિ છે?
જ.

136. What would you select if you are supposed to teach textbooks from the academic year?
Ans. I would prefer a workshop of teachers.

137. Select the right arrangement of group of words for meaningful sentence.
*Alexander ...........
Ans. Q-P-R-S (who as a great conqueror was a disciple of Aristotle whom the world acknowledges as the greatest philosopher the world has ever known)

138. 'રૂઢ લેવી' રૂઢીપ્રયોગ નો અર્થ __________
જ. જીદ કરવી

139. निम्न पैकी हिंदी के शब्द भण्डारमें तदभव शब्द कौन् से है
જ.

140. Which of the following skills is first in order of learning as well as in amount of use  in communication?
Ans. Listening

141. 'લ્યુનાર લેબ' એટલે ..............
જ. ચંદ્ર પરની પ્રયોગશાળા 

142. 'બે પુસ્તકો' ને સંસ્કૃતમાં કેવીરીતે લખશો?
જ.

143. 'अगर महेनत करोगे तो सफल होगे'- वाक्य का प्रकार बतइए
જ. संकेतवाचक वाक्य (અમારા અંદાજ પ્રમાણે)

144. Mr. Trivedi is good ________ teaching English.
Ans. at

145.One who talks continuously ________
Ans. loquacious

146. નીચે પૈકી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે?
જ. ધુમાડો, પ્રતીક (સાચી જોડણી: ધૂમાડો, પ્રતિક) મિલ્કત, નુકશાન (સાચી જોડણી: મિલકત, નુકસાન) (Suggested by Kamlesh)

147. थानेदार का लिंग परिवर्तन कीजिए
જ. थानेदारिन 

148. A __________ is a word used to join words or sentences.
Ans. Conjunction

149. Choose the one which express the meaning of given idiom/proverb.
A snake in the grass
Ans. secret or hidden enemy

150. त्वम्  प्रातः सप्तवादने किं __________ ? ક્રિયાપદ શોધો.
જ. करोति करोषि (as suggested by Kamlesh)

Jun 11, 2012

TET paper solution, TET exam taken by State Examination Board on 10/06/2012, TET solved paper 10/06/2012, TET 1 to 5 paper solution, TET for PTC 10/06/2012, Lower Primary TET exam solved paper,correct answers of TET exam, નિમ્ન પ્રાથમિક શાળાઓ માટે લેવાયેલી ટેટ ની પરીક્ષાનું સોલ્વ કરેલું પેપર, 10/06/2012 ના રોજ લેવાયેલી ટેટ ની પરીક્ષાનું જવાબો સાથેનું પેપર


If you are looking for TET-2 Paper solution 2012 (Upper Primary Teachers) for exam conducted in July 2012, click here.

TET-1 Paper Solution for PTC (class 1 to 5) teachers test on 10-06-2012 

This post contains answer keys with question paper to TET exam 1 conducted on 10/06/2012. This paper solution has been possible on time with the support from Mr Jagatprasad Vyasji, in addition to efforts by the admins Ritesh and Haresh.


1.એક પતરાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે  88 સેમી અને 50 સેમી છે. આ પતરામાંથી 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઉંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય?
જ. 10 નળાકાર બનાવી શકાય  (તર્ક: પતરાનું ક્ષેત્રફળ= લંબાઈ x પહોળાઈ = 88 સેમી  x 50 સેમી  = 4400 સેમી વર્ગ .. હવે 14સેમી ત્રીજયાવાળા વર્તુળ નો પરિઘ  = 2 x 22/7 x 14સેમી  = 88 સેમી . એટલે 14 સેમી ત્રિજ્યા વાળા ખુલ્લા એક નળાકાર નું ક્ષેત્રફળ  = 88 સેમી x 5 સેમી = 440 સેમી વર્ગ. અને હવે 4400 સેમી વર્ગ ભાગ્યા 440 સેમી વર્ગ = 10)

2. ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે?
જ. બનાસ, સરસ્વતી અને રૂપેણ

3. એક વ્યક્તિ પાંસે રૂ.1, રૂ. 5 અને રૂ. 10  નોટ સરખા પ્રમાણમાં છે. આ બધી નોટોની કુલ કિંમત રૂ.192 થાય, તો તે વ્યક્તિની પાંસે કુલ કેટલી નોટ હશે?
જ. 36  (તર્ક: ધારો કે એ વ્યક્તિ પાસે દરેકની x નોટ છે. એટલે x + 5x + 10x = 192. એટલે 16x = 192. એટલે x = 192/16 =12)

4. શાળામાં કાયમી દફતર તરીકે ક્યાં પત્રકનો સમાવેશ થાય છે?
જ. વયપત્રક

5. બે સંખ્યાઓનો ગુ.સા.અ. 5 અને લ. સા. અ. 60 હોય તો તે સંખ્યા પૈકી કઈ એકપણ ન હોઈ શકે?
જ. 10 (તર્ક: 15 અને 20 નો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. 5 અને 60 માં પણ    ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. પણ 10 સાથે બીજી કોઈ એવી સંખ્યા ના મળે જેનો  ગુસાઅ 5 અને લસાઅ 60 થાય)

6. Dictation is one of the important exercises in the language classroom. Here dictation means..........
જ. Teacher speaks and students write

7. "ટક્કર પટ્ટી" કઈ રમતમાં વપરાતો શબ્દ છે?
જ. કબડ્ડી

8. ચર્ચા-સંવાદ માટે નીચેના પૈકી કયો સાચો શબ્દ છે?
જ. dialogue

9. Which sentence is correct ?
જ. When have you joined this company?

10. પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું  રચાયેલું છે?
જ. GCERT - DIET - BRC - CRC - શાળા

11. કયું માપ સાચું નથી?
જ.1 મીલીમીટર=10 સેન્ટીમીટર

12. નીચેના માંથી કયો નિયમ આર્કીમીડીઝે  આપ્યો છે?
જ. કોઈપણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.

13. શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધેસીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી-પાતળી જાણકારી હોય તેની ચર્ચા કરી નવો મુદ્દો તેમની સામે મુકવામાં આવે છે. આ બાબત ક્યાં કૌશલ્ય સાથે જોડાયેલી છે?
જ. વિષયાભિમુખ કૌશલ્ય

14. 'સંયુક્ત રાષ્ટ્ર' સંદર્ભે 'વીટો પાવર' સાથે નીચે પૈકી કયું વિધાન સૌથી યોગ્ય છે?
જ. સત્તા ધરાવતા પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઇ શકાય

15. Identify the assertive sentence.
જ. The flowers are very colourful.

16. The cyclone caused __________ damage to the city.
જ. extensive

17. નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે ?
જ. સમય, સંયમ, સુવાચ્ય, સુંદર, સૂરજ

18. ભાષાકીય રીતે સાચુ વાક્ય પસંદ કરો.
જ. શિક્ષકે ભાષા શિક્ષણમાં રસ નિષ્પન્ન કરાવી શકવું જોઈએ

19. Choose the past participle of 'to go'
જ. gone

20. The showroom __________ by now.
જ. will have opened

21. મુત્રાશયનું મુખ્ય કાર્ય __________ છે.
જ. લોહી શુદ્ધ કરવાનું

22. માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે?
જ. ઝવેરચંદ મેઘાણી 

23. "સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે." કથન  નો ક્ષમતા ક્રમાંક જણાવો.
જ. 2.5.1

24. I like mangoes, my friend Fiona likes them __________
જ. too

25. LL. B નું પૂરું નામ જણાવો.
જ. Bachelor of Laws

26. ધોરણ 1 માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમ્યાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ?
જ. શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી

27. જેના પર ધ્યાન કેન્દ્રિત થતા પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે?
જ. ઉદ્વીપક

28. તમિલનાડુ નું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે?
જ. ભારત  નાટ્યમ

29. આ શિક્ષક ખુબજ સ્પષ્ટ વાત કરે છે. તેમની દરેક વાત __________ હોય છે.
જ. અસંદિગ્ધ

30. કાચો-પોચો માણસ હોય તો એની છાતીના પાટિયા જ બેસી જાય. વાક્યમાં કાચો-પોચો શબ્દને કેવીરીતે
ઓળખીશું?
જ. દ્વિરુક્ત

31. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા?
જ. ઈ. એલ. થોર્ન ડાઇક  ( Edward Lee Thorndike )

32. 'આંકડે મધ' શબ્દ પ્રયોગ નીચેના પૈકી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે?
જ. કાર્ય સરળ હોય ત્યારે

33. પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે?
જ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

34.ગુજરાતના ક્યાં ક્રાંતિવીર 'ડુંગળી ચોર' તરીકે જાણીતા છે?
જ. મોહનલાલ પંડ્યા

35. સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો?
જ. પાલનપુર

36. નીચેની કાવ્યપંક્તિ ક્યાં છંદ ની છે?

     ત્યાં તો આવી પહોચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં,
     કૃષિક એ ઉઠી ત્યારે 'આવો બાપુ' કહી ઉભો

જ. અનુષ્ટુપ

37. કાચનો વક્રી ભાવનાંક 1.5 છે. જો પ્રકાશનો હવામાં વેગ 3,00,000 કી.મી./સેકંડ વેગ હોય તો પ્રકાશનો કાચમાં વેગ કેટલો હશે?
જ. 2,00,000 કી.મી./સેકંડ

38. 'કુંડુ કથરોટને અને કથરોટ કુંડાને જોઇ હસે' મહાવરો ક્યારે વપરાય?
જ. બે સમોવડિયા બાહોશ એકમેકની મશ્કરી કરે ત્યારે મા પોતાના બાળકની અને બાળક માતાની સામે જોઈ સહજ  સ્મિત કરે ત્યારે (અમારા અંદાજ પ્રમાણે)

39. અભ્યાસક્રમ રચનાના મહત્વના ચાર ધ્યેયો પૈકી નીચેનામાંથી કયું સાચું નથી?
જ.

40. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું?
જ. જેનું મૂલ્ય 1 કરતા વધુ ઓછું  તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.

41. 1 મીટર પહોળાઈ વાળા 2 મીટર કાપડમાંથી 625 ચો.સે.મી. ક્ષેત્રફળ ધરાવતા કેટલા ચોરસ રૂમાલ બને?
જ. 32 (ગણતરી: લંબચોરસ નું  ક્ષેત્રફળ = 1 મીટર x 2 મીટર = 100સેમી x 200સેમી = 20000 સેમી વર્ગ. 20000 / 625 = 32)

42. ધોરણ 1 માં મૂળાક્ષર ક્યાં ક્રમમાં શીખવવામાં આવે છે?
જ. ગ, મ, ન, જ; વ, ર, સ, દ; ક, બ, અ, છ; પ, ડ, ત, ણ

43.ગાંધીજીએ   દાંડી કૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો?
જ. 12મી માર્ચ, 1930 અને 78 સત્યાગ્રહીઓ

44. પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?
જ. ચાર

45. 11 વર્ષનો વિજય મુક-બધીર છે. એના વાલી એને તમારી શાળામાં દાખલ કરવા આવે છે. તમે શું કરશો?
જ. મારી શાળામાંજ વિજયને દાખલ કરવા અને બીજા બાળકોની સાથે ભણાવવા એના વાલીને સમજાવીશ.

46. ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે? નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જ. સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે.

47. નીચેના પૈકીનો કયો અક્ષર સમૂહ અરીસા સામે ધરતા યથાવત જળવાશે?
જ. AOVIVOA

48. My life is my __________
જ. message

49. "Learning: The Treasure within-education for 21st Century" અહેવાલમાં દર્શાવેલા શિક્ષણના ચાર સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી?
જ. Learning to grow

50. માધ્યમિક શિક્ષણની અભિવૃદ્ધિ માટે નીચેના પૈકી કઈ કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં છે?
જ. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન

51. ચાર સંખ્યાઓનો સરવાળો 96 છે. તે પૈકી બે સંખ્યાઓ 16 અને 32 છે. બીજી બે સંખ્યાઓ બે ક્રમિક એકી સંખ્યાઓ છે, તો તે સંખ્યાઓ કઈ હશે?
જ. 23 અને 25

52. My cello pen __________ working in the essay competition.
જ. nicely

53. સૂર્ય પર થતા ધડાકાઓ આપણે સાંભળી શકતા નથી કારણકે __________
 જ. સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ છે.

54. Naman usually __________ cricket in evening.
જ. plays

55. This matter should be __________ us.
જ. among

56. Payal says she can't ..................our invitation to dinner tonight.
જ. accept

57. દેર શબ્દનો અર્થ શું થાય ?
જ. દિયર

58. કેટલા રે  કેટલા  રમત નો ઉપયોગ શું શીખવવા કરશો?
જ. વિવિધ સંખ્યા જૂથ

59. સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી?
જ. અવિભાજ્ય સંખ્યા છે (1 અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી)

60. ભારતીય સ્વતંત્રતા સંદર્ભે 1942 માં આવેલા ક્રિપ્સ મિશન સાથે નીચેના માંથી કઈ બાબત ખોટી છે ?
જ. ક્રીપ્સ મિશનની ભલામણોમાં હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેનો ઉલ્લેખ હતો.

61. એક વિદ્યાર્થી  વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે એક શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. વિદ્યાર્થીને સમજાવી તેને શાંત રહેવા કહેશો

62.  1. દીર્ઘાયુ બેઠો. 2. રાજા સુતો. 3. રાજકુમારી રડી. આ ત્રણેય વાક્યમાં વપરાયેલ બેઠો, સુતો -રડી ને કઈ રીતે ઓળખવશો?
જ. અકર્મક ક્રિયાપદ (એવું ક્રિયાપદ જેની પાછળ કર્મ ન હોય; એનાથી ઉલટું, 'રાધા એ ફળ ખાધું' માં 'ખાધું' એ સકર્મક ક્રિયાપદ છે, કેમકે 'ખાધું' ક્રિયાપદ માટે 'ફળ' કર્મ છે. જો 'રાધા એ ખાધું' એમ વાક્ય હોય તો 'ખાધું' અકર્મક ક્રિયાપદ કહેવાય )

63. ધોરણ 2 માં ભણતી ફાતિમા વર્ગમાં પણ પોતાના ઘરે બોલાતી ભાષા (પ્રાદેશિક ભાષા ) વાપરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. ફાતિમાને એના ઘરની ભાષા બોલવા દઈશ કારણકે શરૂઆતના ધોરણોમાં ઘરની ભાષા બોલવા દેવી જોઈએ

64. પ્રાચીના  કાવ્યસંગ્રહ આપનાર વાસુકી  ઉપનામ વાળા ગાંધી યુગના કવિ કોણ છે?
જ. ઉમાશંકર જોશી

65. "જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' કાવ્ય પંક્તિ ના રાગ પ્રમાણે આ પંક્તિ સાથે નીચેના પૈકી કઈ પંક્તિ મુકશો?
જ. નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી (બંને હરિગીત છે જેમાં ચાર ચરણ હોય છે અને દરેક ચરણમાં 28 માત્રા  હોય છે)

66. પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેના માંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે?
જ. વ્યાકરણ

67. નીચેના ગુજરાતના યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ક્રમશઃ ગોઠવો.
જ. પાવાગઢ -અંબાજી- નડાબેટ (નડેશ્વરી) - માતાનો મઢ

68. સંમેય સંખ્યાઓ માટે નીચેના પૈકી કયું સૌથી વધુ સાચું છે?
જ. સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંકનો  થાય છે.

69. I have come here just.......... minutes ago.
જ. a few

70. 'નાનકડો ફરહાન ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો, એ જોઇને બાકીના સૌ પણ હસવા લાગ્યા.' આ વાક્યમાં ક્રીયાવીશેષણ કયું છે?
જ. ખડખડાટ

71. સાચી પંક્તિ કઈ ?
જ. કામિની કોકિલા કેલી કુંજન કરે

72. કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને જોડતા બનતી આકૃતિ કઈ હશે?
જ. વર્તુળ

73. 20 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે તો 30 માણસો એ રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?
જ. 4 દિવસ

74. એક જ શબ્દની નીચેના પૈકી ક્યાં શબ્દની જોડણી સાચી છે?
જ. મ્યુનિસિપાલિટી

75. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયધીશની નિમણુક માટે કોની સાથે વિચારના કરવામાં આવે છે?
જ. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ

76. પૂર્ણાંકો અને બહુપદી અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જ. પૂર્ણાંકોના સરવાળા અને ગુણાકાર માટેના બધાજ ગુણધર્મો બહુપદીઓના સરવાળા અને ગુણાકાર માટે સાચા છે.

77. સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો ક્યાં છે?
જ. વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરના

78. જમીનમાં હવા રહેલી છે તે સાબિત કરવા માટે
જ. કાચના ગ્લાસમાં પાણી લઇ તેમાં માટીનું ઢેફું નાખો

79. What is the most important in English learning at initial stage?
જ. fluency

80. Raju is writing a letter. Make it passive voice__________
જ. A letter is being written by Raju.

81. શબ્દકોશનો સાચો ક્રમ કયો?
જ. સંકેત, સંક્રામક, સંક્રાંતિ, સંખ્યા, સંક્ષિપ્ત

82. The habitations in the revenue village are __________ therefore it is very difficult to find right common place for constructing a school.
જ. scattered

83. I am __________ tired to go in the party.
જ. too

84. સપ્તર્ષિ તારા જૂથના તારાઓમાં કોનો સમાવેશ થતો નથી?
જ. દધીચિ

85. 'સ્કાઉટ' શબ્દનું ગુજરાતી શું થાય છે?
જ. બાલચર

86. r ત્રિજ્યા વાળા વર્તુળમાં સમાયેલા ચોરસની બાજુનું માપ કેટલું?
જ. √2*r 

87.ધોરણ 3 ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થ ગ્રહણ કરીશકે ?
જ. 3000 શબ્દો

88. "માલમ" નો અર્થ __________ છે.
જ. વહાણ હાંકનાર

89.નીચેનામાંથી કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે?
જ. પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાન બને છે

90. ધોરણ 4 માં ભણતી રેશ્માને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી. શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. ભાગાકાર એ ગુણાકારનું વિરોધી છે એમ સમજાવીશ

91. She writes on the blackboard- Convert the sentence in past perfect tense
જ. She had written on the blackboard

92. સંયોજનમાં સમાવિષ્ટ દરેક તત્વ
જ.  પોતાનો ગુણધર્મ છોડી નવો ગુણધર્મ ધારણ કરે છે

93. ડો. તેસ્સી  થોમસને  તેમનો વ્યવસાયિક સિદ્ધિને ધ્યાને લઇ નીચેનામાંથી ક્યાં ગ્રુપમાં મૂકી શકાય?
જ. ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, ડો. હોમીભાભા, ડો.વિક્રમ સારાભાઇ

94. કોઈપણ ચેક ઓર્ડર ચેક બને ?
જ. ચેકમાં નામના સ્થાને નામ લખ્યું હોય અને 'ઓર બેરર' પર લીટી કરી હોય ત્યારે

95. ધોરણ 1 થી 5 ની એક  શાળામાં સીમાબેન અને સૌમિલ ભાઈ શિક્ષક તરીકે કામ કરે છે. શાળામાં ધોરણ 1 થી 5 ની સંખ્યા અનુક્રમે 19, 20, 12, 20 અને 9 છે. શાળામાંકુલ 80 બાળકો પૈકી 40 કુમાર અને 40 કન્યાઓ છે. તો તેમને કઈ રીતે વર્ગ વિભાજન કરવું જોઈએ?
જ. ધોરણ 1, 2 અને ધોરણ 3, 4, 5 એમ બે ભાગ પાડવા જોઈએ

96. 3+3X3-3= __________
જ. 9 (Rule of BODMAS: 3+3x3-3 = 3 + 9 - 3 = 12 - 3 = 9)

97. પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યા માંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે ?
જ. 89999 (99999-10000)

98. નીચેના પૈકી સાચું વિધાન કયું તે પસંદ કરો.
જ. નોર્વેમાં મેં માસના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી

99. અધ્યયનને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી?
જ. પ્રેરણા (અમારા ખ્યાલ પ્રમાણે )

100. ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા?
જ. 1920 વર્ધામાં

101. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો બાળકો માટે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
જ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન

102. અધોરેખિત-શબ્દનો અર્થ શું છે?
જ. ધ્યાન આકર્ષિત કરવા જેની નીચે લીટી દોરી હોય તે શબ્દ

103.Select odd one from the following
(A) Ball   (B) Take   (C) Catch   (D) Hold
જ. Ball (આ એક જ નામ છે. બાકી બધા વિકલ્પો ક્રિયાપદ છે)

104. Find odd one __________
(A) shirt    (B) garment   (C) sugar   (D) cotton
જ. sugar

105. 'It's a matter of couple of days.' What do underlined words indicate?
જ. થોડાક દિવસ

106. વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે?
જ. ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા

107. Mala and her friends __________ on a picnic today.
જ. went

108. બે સમાંતર રેખાઓની છેદીકાથી બનતા ખુણાઓ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જ. અહી દર્શાવેલ ત્રણેય
1.યુગ્મકોણોની  પ્રત્યેક જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
2.અનુંકોણનીપ્રત્યેક  જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
3.છેદીકાની એક જ બાજુના અંતઃકોણોની જોડના બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે.

109.ચલણી નોટો બનાવવા માટેનો કાગળ ક્યાં બને છે?
જ. નેપાનગર - મધ્યપ્રદેશ

110. "A brown fox quickly jumps over the lazy dog" આ વાક્યમાં કયો મૂળાક્ષર નથી ?
જ. બધાજ છે.

111. શિક્ષક આવૃત્તિમાં 'ગંદી ઉંદરડી' વાર્તા ક્યાં એકમ માટે મુકવામાં આવી છે?
જ. ચોખ્ખાઈ કરે ભલાઈ

112. BISAG સ્ટુડીઓ, ગાંધીનગરમાં નામકરણમાં વપરાયેલ 'G ' નું પૂરું નામ શું?
જ. Geo-Informatics

113. નીચેના જોડકા ગોઠવો .મેળા અને જીલ્લા
જ. 1-R, 2-S, 3-Q, 4-P

1.ભવનાથનો મેળો           - જુનાગઢ
2.વૌઠા નો મેળો                 - અમદાવાદ
3.માધવરાયનોમેળો         - પોરબંદર
4.ભાદરવીપુનમનો મેળો  - બનાસકાંઠા 


114.સમિતિ માટે સાચો શબ્દ કયો?
જ. Committee

115. ક્ષમતાકેન્દ્રી  શિક્ષણ માટે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
જ. અધ્યયનક્ષેત્ર મુજબ ક્ષમતાઓ

116. 'સેવવું' શબ્દનો અર્થ પાઠમાં 'રાખી મુકવું' થયેલ હોય ત્યારે 'સેવવું = (અહી) રાખી મુકવું' શું ગણાય?
જ. ટિપ્પણ

117. 'સમીર' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી.
જ. વાવાઝોડું

118. માઉન્ટ બેટન પછી ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?
જ. ચક્રવર્તી રાજગોપાલાચારી

119. ઊઠા ભણાવવા એટલે શું ?
જ. ખોટું બોલી  ઠગાઈ કરવી .

120. ધોરણ 1 ગુજરાતી માં કેટલા એકમ છે ? શીક્ષક આવૃતિ માં  જણાવ્યાનુસાર બધા એકમની સમજ  આપવા કેટલા  સમયગાળાની જરૂર પડશે ?
જ.

121. બુદ્ધિઆક શોધવા માટે નીચેનામાંથી કઈ  બાબત સાચી છે ?
જ. માનસિક અને વાસ્તવિક ઉમરનો ગુણોત્તર

122. ખાંડણિયાંમાં માથાં ને ધીમો કેમ રામ? આ ઉક્તિ કેવા મનોભાવ પ્રગટ કરનારી છે ?
જ.

123. રેખા  અને તેની બહારના આવેળા બિંદુમાંથી કેટલા સમતલ  પસાર થાય છે?
જ. એક ને માત્ર એક

124. કેલ્કયુલેટર દ્વારા ગણતરી વખતે અગાઉની વિગત  જોવા કયું બટન દબાવશો ?
જ. M+ MR

125. આરટીઈ  2009 અન્તર્ગત પ્રાથમિક શાળાના  સંચાલનમાં  મદદરૂપ બનવા  કઈ  સમિતિની  રચના  કરવામાં  આવેછે ?
જ.ગ્રામશિક્ષણ સમિતિ (વીઈસી )

126. __________ ના પુરકકોણનો કોટીકોણ છે 30 અંશ  છે  ?
જ. 120 (જેનો પુરકકોણ 60 થશે. 60 નો કોટિકોણ 30 છે)

127. રામપુર શહેર માં ત્રણ શાળાઓં  આવેલી છે ધોરણ 10 ની પરિક્ષામાં આ  શહેરની શાળા નં 1, 2, અને 3 માંથી અનુક્રમે 100, 300 અને 600 બાળકો બેઠા. શાળા નં 1, 2, અને 3  નું પરિણામ અનુક્રમે 90%, 80% અને 70% આવ્યું છે .તો આખા  રામપુર શહેરનું સરેરાશ  પરિણામ  કેટલું ગણાય?
જ. 75% (ગણતરી: પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100 ના 90% + 300 ના 80% + 600 ના 70% = 90 + 240 + 420 = 750. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100+300+600 = 1000. એટલે 750/1000 = 75%

128. એક રકમનું  10% લેખે  પ્રથમ વર્ષનું  વ્યાજ 450છે .તેજ રકમનું બીજા વર્ષનું ચક્રવૃધ્ધિ  વ્યાજ-------રૂપિયા થાય.
જ. 495

129. રૈખિકજોડ અને પુરક કોણ  વિશે  નીચેના પૈકી  કયું વિધાન સાચું છે?
જ.

130. ભારતસરકારે રાષ્ટ્રીય  પંચાંગ ક્યારથી દાખલ કર્યું ?
જ. 22-3-1957 થી

131. ચૌરી ચોરા  સ્થળ સાથે  પૈકી કયું  વિધાન  સુસંગત છે?
જ. અસહકારના આંદોલને  હિંસક રૂપ ધારણ  કર્યું

132. 7 મીટર  અને 5 મીટર માપવાળા ઓરડાના ભોયતળીયામાં લાદી બેસાડવા 50 સેમી લંબાઈ વાળી કેટલી ચોરસ લાદી જોઈએ.
જ.140 (ગણતરી: ઓરડાનું ક્ષેત્રફળ = 700સેમી x 500 સેમી = 3,50,000સેમી. એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ = 50સેમી x 50સેમી = 2500સેમી. હવે 3,50,000 ને 2,500 વડે ભાગતા 140 જવાબ આવશે)

133. Manoj __________ a  song  in the party.
જ. sang ('the' party indicated a particular party (in the past) and not on a regular basis. Hence, not sings.)

134. ધોરણ 6 ના ગુજરાતીના એકમ 'લાયક ઉમેદવાર' પાઠ  ના લેખક કોણ છે ?
જ. અનંતરાય રાવળ

135. ધોરણ 7 ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે?
જ. 4500 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા 

136. એક વસ્તુ અમુક રૂપિયા માં વેચવાથી 15% ખોટ જાય છે તો તેનાથી બમણી  કિંમતે વેચવાથી __________ % નફો  થાય .
જ. 70 (ગણતરી: ધારોકે એ વસ્તુની મૂળ કિંમત 100 છે. હવે 100-15 =85. બમણી કિંમત = 85+85 = 170. 170-100 = 70 નફો . 70 નફો /100 મૂળ કિંમત = 70%

137. એક લંબ ચોરસ ની પહોળાઈ તેની લંબાઈ નો 3/4 ભાગ છે. લંબ ચોરસ નું ક્ષેત્રફળ 192 ચો.મી .છે .તો તેની પરિમિતિ __________ છે .
જ. 56 (ગણતરી: trial ane error થી જોતા 192 = 16 x 12 કારણકે પહોળાઈ એ લંબાઈનો 3/4 ભાગ છે. હવે લંબચોરસ ની પરીમીતી = 2 x (લંબાઈ + પહોળાઈ) = 2 x (16 + 12) = 56

138. I am writing the letter because I __________ to do so.
જ. have been asked

139. All the student in the class help __________
જ. each other one another

140. ધોરણ 5 માં રમેશ જાતિયવૃતિ  અનુભવે છે  અને એના લીધે ક્યારેક વિચિત્ર વર્તન  કરેછે . શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. રમેશ ને કોઈ  કલાપ્રવૃત્તિ  અથવા રમતગમત તરફ   વાળવા  પ્રયત્ન કરીશ

141. કનૈયાલાલ નું ઉપનામ શું હતું ?
જ. ઘનશ્યામ 

142. સમય 2:10 થી 2:50 થતા કલાક કાંટા એ કેટલું ભ્રમણ કર્યું હશે ?
જ. 20 (ગણતરી: કલાક કાંટો એક કલાક માં 30 અંશ ભ્રમણ કરે છે કેમકે 360/12 = 30. એટલે એ 40 મીનીટમાં 30 x 40/60 = 20 અંશ ભ્રમણ કરે)

143. વિદ્યાર્થીઓં ના  મૂલ્યાંકન અંગે  અદ્યતન સંકલ્પના કઈ છે ?
જ. સતત  અને સર્વગ્રાહી મૂલ્યાંકન


144. સ્વચ્છ  પાણી માં પડછાયો દેખાયો. આ વાક્ય કયું વિશેષણ છે?
 જ. ગુણવાચક

145. Cow  is our __________ animal .
જ. domestic

146. ધોરણ 1 માં વાર્તા કહીને શિક્ષકે  નીચેના પૈકી શું કરવું જોઈએ?
જ. અહી દર્શાવેલ  ત્રણમાંથી એક પણ નહિ  વાર્તાનો બોધ કહેવો જોઈએ 

147. શિક્ષક વર્ગ માં શાંતિ  રાખો  એવું કહે - એ ક્યાં પ્રકાર નું પ્રત્યાયન છે?
જ. દ્વિ માર્ગી પ્રત્યાયન 

148. નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો.
જ. r2h 2rh

149. Which is not appropriate for the word 'Isolate'?
 જ. Group (It is antonym. All others are synonyms) 

150.7/11 x 7/5 ÷ 7/10 + 3/22
જ. 1 પૂર્ણાંક 9/22  (ગણતરી: 7/11 x 7/5 ÷ 7/10 + 3/22 = 7/11 x 7/5 x 10/7 + 3/22 = 14/11 + 3/22 = 28/22 + 3/22 = 31/22 = 1 પૂર્ણાંક 9/22)

Jun 3, 2012

Drawing paper solution for TAT for Secondary School teachers taken on 07-05-2012


TAT Drawing subject paper solution 2012

Here is the paper solution for TAT paper for Drawing subject for which the exam was conducted on 07/05/2012. Dhaval Bhavsar had sent us the scanned paper for Drawing subject with probable answers. All the typing and other work has been done by Alpa Tarpara (Facebook profile link)

Again, we are very thankful to both of them, on behalf of all the readers of this blog :-) We expect your continued support :-)






Please remember that some of the answers here might be incorrect. We'll keep working on this post and keep it updated.

Drawing Paper solution of Gujarat TAT 2012 with question paper


1. કોઇપણ ઐતિહાસિક સ્થળની મુલાકાત પુર્વે વિદ્યાર્થીઓની જીજ્ઞાશા વધારવા માટે કયા ઉપાયો કારગત બને છે ?
જ. સ્થળ અંગેના ચિત્રો પોસ્ટરર્સ બતાવીને વાર્તાલાપ ગોઠવીને

2. ચિત્ર સર્જન કરાવતી વખતે બાળકોને કેવા પ્રકારનો માહોલ પુરો પાડશો ?
જ. જે તે વિષય અંગેનો ભાવ વાર્તાલાપથી ઉત્પન્ન કરીને.

3. ચિત્ર દોરવાના પ્રથમ દિવસે વિદ્યાર્થીજોગ વાર્તાલાપ કયો હોઇ શકે ?
જ.બાળકો સમક્ષ ચિત્રનું ડેમંસ્ટ્રેશન કરીને.

4. ચિત્રસર્જન પ્રક્રિયામાં ચિત્ર સંયોજન વિશે બાળકોને ભણાવતી વખતે કેવા પ્રકારની પધ્ધતિ અપનાવશો ?
જ. ચિત્ર સર્જનના અલગ અલગ પાસાંઓની ક્ષણાવટ કરીને.

5. બાળકોને માનવ સર્જિત પદાર્થ ચિત્ર અંગેની સમજ આપવા શું કરશો ?
જ. માનવ સર્જિત અને કુદરતી ઓબ્જેકટ અંગેનો તફાવત સમજાવીને

6.પદાર્થ ચિત્રમાં શેડ એન્ડ લાઇટની સમજ આપવા બાળકો પાસે કેવી એક્ષરસાઇઝ કરાવવી જરૂરી છે ?
જ. એક સરખા માપના ચોરસ માપના ખાનાઓ પેન્સિલથી ઠોસ ભરીને.

7. ક્લાસમાં અમુક બાળકો એક બીજાનાં ચિત્રોની કોપી કરે છે તે આદત રોકવા તમે શું કરશો ?
જ. મૌલિક અભિવ્યક્તિનું મહત્વ સમજવવું.

8. બાળકોને જે પદાર્થ અંગેની સમજ નથી તેવા પદાર્થ દોરવા કેટલી હદે યોગ્ય છે ?
જ. શક્ય હોઇ તો પદાર્થને રૂબરૂ કરવો.

9. બાળકોની સાથો સાથ વાલીઓની કલા પ્રત્યેની રૂચિ વધારવા તમે શું રોલ ભજવશો ?
જ. સ્કુલમાં અથવા જાહેર સ્થળે પ્રદર્શન ગોઠવીને વાલીઓને બોલાવીને બતાવશો.

10. નામાંકિત ચિત્રકારોનો પરિચય જાણવાથી બાળકોમાં કયો મુખ્ય ગુણ વિકસે છે ?
જ. બાળકોનો ભાવજગતનો વિકાસ

11. બાળકોને નવા ચિત્ર સર્જન માધ્યમ અંગેનું જ્ઞાન આપવા તમે કયો પ્રયાસ પ્રથમ પણે કરશો ?
જ. શિક્ષકે જાતે ડેમંસ્ટ્રેશન આપીને.

12. લઘુશૈલી (મીનીયેચર પેઇન્ટીંગ ) વિશે બાળકોને ભણાવતા પહેલાંની શું શું તૈયારી હોઇ શકે ?
જ. દરેક લઘુ ચિત્ર શૈલીની ખાસિયાતો વિશે જણાવીને.

13. ગુફા શિલ્પો અને મંદિર સ્થાપત્યના ફરકને ક્યા સચોટ મુદ્રાથી સમજાવશો ?
જ. બન્ને સ્થાપત્યો કલા કૌશલ્યના દર્શક છે.

14. ચિત્ર રસદર્શન કરવા કયો મહત્વનો ગુણ હોવો જોઇએ ?
જ. ચિત્ર દોરવાના અને તેને મૂલવાના ગુણો હોવા જોઇએ.

15. તમારા શહેરના નામી ઐતિહાસિક સ્થળની જાળવની માટે બાળકોને કેવી પ્રેરણા આપશો ?
જ. જે તે સ્થળનું ઐતિહાસિક મહત્વ સમજાવીને.

16. ગુફા કાળના પેઇન્ટીંગ વિશે સમજાવવા કયા ઉપકરણને મહત્વનું ગણશો ?
જ. દૃશ્ય શ્રાવ્ય

17. વમળ યુક્ત રેખાથી કયો ભાવ પ્રદર્શિત થાય છે ?
જ. મંદગતિ

18. તમારા શહેરી અથવા ગ્રામ્ય માહોલને તમારી સર્જનાત્મકતાથી કેવી મદદ પહોંચાડશો ?
જ. પ્રેરણાત્મક ચિત્રો દોરીને.

19. ભાતચિત્રો બાળકોની કઇ શક્તિ વિકસાવે છે ?
જ. સ્મરણ શક્તિ

20. બાળકોને પ્રસંગોપાત માટીકામ શીખવવાનું થાય તો એવી કઇ સજાકતા અંગે અગાઉથી જાણવશો?
જ. માટીકામ દરમિયાન સૂકાય ન જાય તેની કાળજી અંગે.

21. ચિત્રકલામાં વિવિધ ભાવોની અભિવ્યક્તિનો ખ્યાલ શેના દ્વારા આપી શકાય છે ?
જ. રંગો દ્વારા

22. રંગોમાં પોતાની કઇ શક્તિ હોય છે ?
જ. સ્વતંત્રભાવ

23. વાદળી અને જાંબલી રંગોના મિશ્રણથી બનતા નવા રંગો કેવા રંગો તરીકે ઓળખવામાં આવે છે ?
જ. સ્વતંત્ર રંગો

24. ચિત્રકારોને ચિત્રમાં કયા બે પ્રકારના રંગોનો સમન્વય કરવાની જરૂર પડે છે ?
જ. ગરમ ઠંડા રંગો

25. પીળા રંગનો સજાતિય રંગ કયો છે ?
જ. લીલો અને કેસરી

26. ચિત્રમાં શેનું સુયોજીત સંકલન ગોઠવાય ત્યારે જ ચિત્ર પૂર્ણ થાય છે ?
જ. આકારોનું

27. નીચે આપેલા આકારોમાં ત્રિ-પાર્શ્ર્વ આકાર કોનો હોય શકે ?
જ. મંદિર

28. સૂર્ય પ્રકાશ ન પહોંચી શકે અને પડછયો દેખાય તેને શું કહેવાય છે ?
જ. શેડ (છાયા)

29. નીચે આપેલામાંથી ગ્રાફિકનો એક પ્રકાર કયો છે ?
જ. લાઇટ - શેડ

30. કયા કલાકારનાં ભીંતચિત્રોમાં છાયા પ્રકાશની સમતુલા દેખાઇ આવે છે ?
જ. માઇક્લ એન્જેલો

31. ભાતચિત્રમાં આકારોની રચના કેવી હોવી જોઇએ ?
જ. ચોક્ક્સ સ્વરૂપે

32. પરીકર, ડિવાઇડર, કોણમાપક જેવા સાધનો દ્વારા કયા પ્રકારની ભાતરચના કરી શકાય?
જ. ભૌમિતિક રચના

33. એક કે વધારે આકારોને ચારે તરફ સમગ્ર જગ્યા પર એક સરખું વિભાજન કરી ટ્રેસિંગ પેપર વડે છાપવાથી કયા પ્રકારનું પુનરાંકન થાય છે ?
જ. સર્વ વ્યાપી પુનરાંકન

34. વાવનાં ગોખલા તથા થાંભલા અને બારી શાના કારણે ધ્યાન ખેંચે છે ?
જ. પત્થરના કોતરકામને કારણે

35. કયો રોજો મુસ્લિમોનું પવિત્ર તીર્થધામ પણ કહેવાય છે ?
જ. સરખેજનો રોજો

36. ગુજરાત રાજ્યમાં આવેલ કયા શહેરની મસ્જિદોના મિનારા સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ?
જ. અમદાવાદ

37. વીરસિંહની યાદમાં કયું સ્થાપત્ય બંધાયેલું છે ?
જ. અડલજની વાવ

38. અમદાવાદમાં કયા ભગવાનનું વિશાળ જૈન મંદિર આવેલું છે ?
જ. ધર્મનાથ ભગવાનનું

39. ગુજરાત રાજ્યમાં પ્રવાસીઓને આકર્ષવાનું કેન્દ્ર કયું છે ?
જ. રૂડાબાઇએ બંધાવેલી વાવ

40. કઇ સાલમાં ભારત સરકારે અજંતાની ગુફાઓને રાષ્ટ્રીય કલા સંપતિ જાહેર કરી ?
જ. ઈ.સ. 1957

41. અજંતાના કલાકારોને શેની મર્યાદા હોવા છતાં આજે ઘણાં વર્ષો પછી પણ તૈયાર કરેલા ચિત્રો એવાને એવા તાજાં બનાવ્યા હોય તેવા જોવા મળે છે ?
જ. મર્યાદિત પ્રકાશ-છાયા

42. ભગવાન બુધ્ધના અવશેષો ઉપર રચાયેલી સમાધિને શું કહે છે ?
જ. સ્તૂપ

43. અજંતાના કલાકારોએ લીલા રંગની જરૂરીયાત કેવી રીતે પૂરી કરી હતી ?
જ. ખાસ પ્રકારના પથ્થર વાટીને

44. અજંતાના ગુફાચિત્રમાં આંખના નીચે ઢળેલાં પોપચાં, અંતરમાં રહેલી વિશ્ર્વકરૂણા અને ગુઢ શાંતિનું દર્શન કયા ચિત્રમાં જોવા મળે છે ?
જ. બોધિસત્વ પદ્મપાણિનાં

45. ગુફાચિત્રમાં 17 અનુસાર મહાભિનિષ્ક્રમણ પછી બુધ્ધ ભગવાન બોધ આપવા પોતાની કઇ નગરીમાં પધારે છે ?
જ. અયોધ્યામાં

46. ઈન્દ્ર, અગ્નિ, વરૂણ, વાયુ અને સૂર્યને દેવો ગણી તેમની મૂર્તિઓની કયાં પ્રતિષ્ઠા કરેલી છે ?
જ. એલિફ્ન્ટાની ગુફામાં નં. 8.6.9.

47. ઇલોરામાં પહાડની ઉપરથી કોતરીને નિર્માણ કરેલું કોનું મંદિર ભવ્ય છે ?
જ. કૈલાશ મંદિર

48. કલાકાર એ માનવ મનમાં ઊઠતા ભાવ તરંગોનો શું છે ?
જ. વાહક

49. કેવા કલાકારો માનવ મન ઉપર પ્રભુત્વ જમાવી શકે છે ?
જ. સંવેદનશીલ

50. શાંતિનિકેતન માંથી ઉજ્જ્વળ સંસ્કૃતિને પ્રકાશમાં લાવનાર અગ્રેસર કલાકાર કોણ હતા ?
જ. ગુરૂદેવ ટાગોર

51. શ્રી ટાગોરની ગીત પુસ્તિકાને સચિત્ર કરવાનો યશ કોને પ્રપ્ત થયો હતો ?
જ. શ્રી નંદલાલ બોઝ

52. શરૂઆત પશ્ર્વિમી કલા પધ્ધતિથી કરી અને બંગાળની કઇ કળામાંથી પ્રેરણા લઇ શ્રી જેમિની રોયે ચિત્રો સર્જયા?
જ. ઉત્સવ કલા

53. ઈ.સ. 1921 માં શ્રી જેમિની રોયે કઇ કલાનો વિકાસ કર્યો ?
જ. પાશ્ર્વાત્ય કલા

54. રંગો અને ચિત્રોમાં નૈસર્ગિક વસ્તુઓનો ઉપયોગ કરનાર કલાકાર કોણ છે ?
જ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર

55. 30 મી જાન્યુઆરી 1913 ના રોજ કયા કલાકારનો જન્મ દિવસ છે ?
જ. શ્રી બંસીલાલ વર્મા

56. લંડનની ખ્યાતનામ સ્લેડ સ્કૂલ ઑફ આર્ટમાં અભ્યાસ કરનાર કલાકાર કોણ છે ?
જ. શ્રી જગન્નાથ અહિવાસી

57. વ્યંગચિત્ર માટે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કલાકાર કોણ હતા ?
જ. શ્રી બંસીલાલ વર્મા

58. સિંદુર, માટી અને રંગીન પથ્થરમાંથી રંગો બનાવનાર નૈસર્ગિક ચિત્રકાર કોણ છે ?
જ. અજંતાના કલાકાર

59. આસામના આદિવાસીઓ વચ્ચે ફરી ચિત્રોમાં અભિનવ વિષયોની ખોજ માટે ઝઝૂમનાર કયા કલાકાર છે ?
જ. કુ. અમ્રુતા શેરગીલ

60. શ્રી શ્યાવક્ષ ચાવડાએ કઇ સાલમાં ન્યુયોર્કમાં વનમેન શો કર્યો ?
જ. ઈ.સ. 1961

61. ન્રુત્યકાર પોતાના ન્રુત્યનું સર્જન અંગભૂત દ્વારા કરે છે, તો ચિત્રકાર ચિત્રનું સર્જન શાના વડે કરે છે ?
જ. રેખા વડે

62. નીચે આપેલા ઉદાહરણમાંથી કયું ઉદાહરણ ઊભી રેખાનું નથી ?
જ. તૂટી પડેલો મિનારો

63. કાપેલું પડેલું તાડનું વ્રુક્ષ કઇ રેખાનું ઉદાહરણ છે ?
જ. આડી રેખાનું

64. નીચેના પૈકી કયું ઉદાહરણ ત્રાંસી રેખાનું નથી ?
જ. જમીન પર ચાલતો સાપ

65. કોમળ નારી દેહની અંગભંગી દર્શાવવા કઇ રેખાનો ઉપયોગ થાય છે?
જ. વમળ યુક્ત રેખાનો

66. કઇ રેખા મંદગતિનું સૂચન કરે છે ?
જ. વમળ યુક્ત રેખા

67. કઇ રેખા વડે હોનારતનું આલેખન કરી શકાય છે ?
જ. ગુણક રેખા વડે

68. ઇલેકટ્રીક કતરમશીન વડે લોખંડનો સળિયો કાપતા તેમાંથી ઊડતાં તણખલા કઇ રેખા વડે આલેખી શકાય ?
જ. તૂટક રેખા વડે

69. ચોમાસાની ઋતુમાં વરસતો વરસાદ દર્શાવવા કઇ રેખાનો ઉપયોગ થાય છે?
જ. તૂટક રેખાનો

70. માનવ કે પશુની તાકાત બતાવવા કઇ રેખાનો ઉપયોગ થાય છે?
જ. જાડી રેખાનો

71. નીચેના પૈકી કયો રંગ મૂળરંગ છે ?
જ. લાલ

72. નીચેના પૈકી કયો રંગ પ્રથમ શ્રેણીનો રંગ નથી ?
જ. કેસરી રંગ

73. લીલો રંગ બનાવવા વાદળી રંગ સાથે બીજો કયો રંગ મિશ્રણીત કરવો પડે ?
જ. પીળો રંગ

74. નીચેના પૈકી કયા બે રંગ સજાતિય રંગો છે ?
જ. પીળો અને કેસરી

75. નીચેના પૈકી આછો પીળો રંગ શું દર્શાવતું નથી ?
જ. શક્તિવર્ધક

76. કયો રંગ ચિંતન અને શ્રધ્ધા બતાવે છે ?
જ. કેસરી રંગ

77. નીચેનામાંથી લીલો રંગ શું નથી દર્શાવતું ?
જ. ત્યાગ

78. કેસરી અને લીલો રંગોના મિશ્રણથી કયો રંગ બને છે ?
જ. ચટણી

79.મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યનું પ્રથમ કિરણ કયા પડતું હતું ?
જ. સૂર્ય દેવની પ્રતિમાનાં મુંગટમાં રહેલા હિરા પર

80. સૂર્યમંદિર ગુજરાતના કયા યુગના સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે ?
જ. સોલંકી યુગનો

81. મુસ્લિમ સંત શિરોમણી શેખ મહમદ ખટ્ટુ ગંજવક્ષ અમદાવાદમાં કોના ગુરૂ હતા ?
જ. શહેનશાહ અહમદશાહના

82. સરખેજના રોજામાં કેટલીક જાળીઓ શામાંથી બનાવેલી છે ?
જ. પિત્તળમાંથી

83. ગુજરાતમાં કઇ નદીના કિનારે સિધ્ધપુરનો રૂદ્રમહાલય આવેલો છે ?
જ. સરસ્વતી નદી

84. રૂદ્રમહાલયના સભામંડપના ઘુમ્મટની કિનારો ઉપર શાના પ્રસંગોના સુંદર ભાવવાહી દૃશ્યો કંડારવામાં આવ્યા હતા ?
જ. રામાયણ અને મહાભારતના

85. કીર્તિ તોરણમાં શિલ્પો શામાં થયા છે ?
જ. મારબલામાં

86. ગુજરાતનું કયું સ્થાપત્ય માઉન્ટ આબુમાં આવેલા દેલવાડાનાં જૈન મંદિરોની સામ્યતા ધરાવે છે ?
જ. વડનગરનું કીર્તિ તોરણ

87. કયા અંગ્રેજ અમલદારે અજંતાની ગુફાઓ શોધી હતી ?
જ. જેમ્સ ફર્ગ્યુસને

88. અજંતાની ગુફાઓના મંદિરોમાં ચિત્રોનું આલેખન કયા ધર્મની જાતક કથાઓ તથા ભગવાન બુધ્ધના જીવન પ્રસંગોને કેન્દ્રમાં રાખીને કરેલા છે ?
જ. બૌધ્ધ ધર્મની

89. અજંતાના ભીંતચિત્રો કઇ પધ્ધતિના થયા છે?
જ. ફેસ્કો પધ્ધતિના

90. અજંતાની ગુફાના કયા ચિત્રમાં ભગવાન બુધ્ધને પ્રમાણમાં મોટા અને ભવ્ય આલેખી તેમની દિવ્ય મહાનતા પ્રગટ કરવામાં આવી છે ?
જ. બુધ્ધ અને યશોધરા- રાહુલના

91. કઇ ગુફાઓ ધારાપુરીની ગુફાઓ તરીકે પણ ઓળખાય છે ?
જ. દુમરલેણની

92. કોના સમયમાં વ્યક્તિ ચિત્રો, પશુપંખીઓના ચિત્રો વિશેષ થયા છે ?
જ. જહાંગીરના

93. શાહજહાંએ કયા સ્થાપત્યનું અત્યંત સુંદર મનમોહન સ્થાપત્યનું નિર્માણ કર્યુ હતું ?
જ. તાજમહેલનું

94.ભરતના નકશા સાથે આલેખાયેલું ભારત માતાનું ચિત્ર કયા કલાકારે આલેખ્યું છે ?
જ. શ્રી રાજા રવિ વર્માએ

95. “ગીતાંજલી મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મેળવી દેશને ગૌરવ આપનાર મહાન કવિવર અને ચિત્રકાર કોણ હતાં ?
જ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર

96. શકુંતલા જન્મ શકુંતલા પત્ર લેખન પુરૂરવા અને ઉર્વશીનું ચિત્ર કયા કલાકારનું છે ?
જ. શ્રી એન. એસ. બેન્દ્રેનું

97. કયા કલાકારે પોતાની જીવન કથામાં લખ્યું છે . “મારા જીવનનું પ્રભાત મધુર ગીતોથી શરૂ થયું હતું. હવે ભલે મારા જીવનની સંધ્યા રંગોથી સભર રહે ?
જ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર

98. કયા કલાકારના ચિત્રોનો મુખ્ય વિષય . “દોડતા ઘોડા રહ્યો છે ?
જ. શ્રી એમ. એફ. હુસેન

99. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી હકુભાઇ શાહનું નથી ?
જ. મ્યુઝિક

100. કયા કલાકારની ધર્મપત્ની ચિત્રાબેન ચિત્ર સર્જનની પ્રક્રિયા માટે જરૂરી વાતાવરણ પૂરૂં પાડી તેમને કાર્યશીલ રાખે છે ?
જ. શ્રી પીરજી સાગરાની

Note: Please don't copy this TAT 2012 Drawing subject paper solution without permission.